વાંસદા: દક્ષિણ ગુજરાતમાં નર્મદા,તાપી,ડાંગ,નવસારી, વલસાડ જેવા જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની મોટી ઘાત ગમે ત્યારે તૂટી પડશે વરસાદ બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ભરશિયાળે માવઠું આવ્યું છે. કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.