વાંસદા: જી.સી.ઇ.આર. ટી.ગાંધીનગર માર્ગદર્શિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિપુણ ભારત અંતર્ગત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધા તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ખાતે યોજાઇ.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે જેમાં દક્ષિણ ઝોનના 7 જિલ્લાના બાળકોએ બાળ વાર્તા સ્પર્ધા, વાર્તા કથન સ્પર્ધા અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નવસારી જિલ્લામાંથી ધોરણ 1 અને 2 ની બાળ વાર્તા સ્પર્ધાનું પ્રતિનિધીત્વ રંગપુર પ્રાથમિક શાળા તાલુકો વાંસદા,જિલ્લો નવસારીના વિદ્યાર્થી તક્ષ નીતિનભાઈ પાઠકે કરેલ છે.જેમાં ધોરણ 1 અને 2 ની વાર્તા સ્પર્ધામાં રંગપુર શાળાના વિદ્યાર્થી તક્ષ નીતિનભાઈ પાઠકે પ્રથમ નંબર મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કરેલ છે.
જે હવે રાજ્ય કક્ષાની બાળ વાર્તા સ્પર્ધામાં દક્ષિણ ઝોનનું પ્રતિનધિત્વ કરશે. શાળાના વિદ્યાર્થી તક્ષભાઈને રંગપુર શાળા પરિવાર, શાળા વ્યવસ્થાન સમિતિ રંગપુર અને ગ્રામ પંચાયત રંગપુર વતી શુભેચ્છા શાળાના આચાર્ય નીતિન પાઠકે પાઠવી હતી.

