ડેડીયાપાડા: સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ડેડીયાપાડામાં અભ્યાસ કરતી પ્રિયાંશી વસાવા અને ખુશી વસાવા વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદ ખાતે રાજ્ય લેવલના વિજ્ઞાન અને ગણિતના ક્વિઝ કોમ્પિટિશન બીજા ક્રમે આવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અભ્યાસ કરતી પ્રિયાંશી વસાવા અને ખુશી વસાવાએ અમદાવાદમાં વિક્રમ સારાભાઈ કેન્દ્ર અમદાવાદમાં યોજાયેલા ગુજરાત રાજ્ય લેવલના વિજ્ઞાન અને ગણિતના ક્વિઝ કોમ્પિટિશન ભાગ લીધે હતો જેમાં તેઓ બીજા ક્રમે આવી પોતાના પરિવાર અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધામાં ખૂબ સારું પ્રદર્શન કરી રાજ્ય લેવલે બીજા ક્રમ મેળવ્યો છે જે ભાગ રૂપે ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા જે કૃતિ ના માર્ગદર્શક આચાર્ય સિસ્ટર રોઝા જ્યોતિ શિક્ષક વસાવા અર્જુનભાઈ વસાવા મેહુલભાઈ જેવોના માર્ગદર્શન થી આદિવાસી વિદ્યાર્થીનીઓ નર્મદા જિલ્લાનું ગૌરવને ચાર ચાંદ લગાવ્યા છે.