છોટાઉદેપુર: હાલમાં જ જોવા મળેલી છોટાઉદેપુરમાં દારૂની રેલમછેલની ઘટના બાદ હવે છોટાઉદેપુર જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા પતિ પત્નીના ઝગડા પતિને છોડવા હેડ કોન્સ્ટેબલ દ્વારા રૂ. 2 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરશનભાઈ રાઠવા દ્વારા પતિ પત્નીના ઝગડામાં પતિને છોડવા રૂ.10 હજાર રૂપિયાની લાંચ માગી હતી જેમાં રકઝક બાદ રૂ.5 હજાર નક્કી કર્યા હતા અને રૂ.2 હજાર ગત 2 જાન્યુઆરીએ આપ્યા હતા. બાકીના રૂ.3 હજાર આજે આપવાનો વાયદો હતો જેમાંથી રૂ.2 હજાર રોકડા આપતા ભરૂચ એસીબી ના હાથે રંગેહાથે ઝડપાઇ ગયા.