નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નર્મદા સંચાલિત પ્રાથમિક શાળા ગાડીત ગામમાં હાલ બહુમાળી મકાન અને જર્જરીત ઓરડાઓનું સમારકામ રૂપે ફોલોરીગ અને ચિનાઈ માટીના કાર્ય ચાલુ છે જ્યાં બાંધકામ કરવા માટેનું કોઈ જાહેરનામાં રૂપે કોઈ સૂચના મૂક્યા વગર જ બે માળ સુધી બાંધકામ કરી નાખેલું છે

જુઓ વિડિઓ..

Decision News ને મળેલ માહિતી મુજબ મહત્વની વાત કરીએ જે શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં લેબોરોની કોઈ સેફટીવિના સેફ્ટીબેલ્ટ કેસેફ્ટી શુઝ આપવામાં નથી આવ્યા લેબર એક્ટ માં લેબરોની શું જોગવાઈ છે ? લેબર અંદાજિત ૨૦ ફૂટના ઊંચાઈ પર કામ કરે છે અચાનક લેબર નીચે પડશે લેબર ને કોઈ જાનહાનિ થશે લેબરોની કાયમી સોલ્યુશન કોઈ જ નથી જે લેબર એક્ટ ના નિયમોને એજન્સી ધજાગરા ઉડાવી રહી છે જેકામ માં હલકી ગુણવત્તાનું માલ મટીરીયલ ઉપયોગ કરતા નજરે આવેલ છે.જેનો લેબ ટેસ્ટ ચેક થવું જોયે સિમેન્ટ રેતી કપચી આવી જ ગુણવત્તાનું ઉપયોગ કરશે તો હાલમાં આ જ શાળામાં છેલ્લા પાંચ થી છ વર્ષ પહેલા બનેલા ઓરડાઓમાંથી પાણી ટપકે છે એવી જ પરિસ્થિતિ આ નવા બાંધકામની પણ આવશે ત્યાર પછી રીનોવેશન ના નામે બાળકો ને મોટી હાલાકી ભોગવી પડે છે હાલ આ શાળાનો બાંધકામ ચાલી રહ્યું છે તો શાળાના પાછળના ભાગમાં ઝાડ નીચે બાળકો શિક્ષણ લઈ રહ્યા છે અને એક થી બે ધોરણ શાળાથી આશરે 700 મીટર નેશનલ હાઈવે નજીક એક શેડ આવેલો છે જેમાં અભ્યાસ કરી રહ્યા છે હાલ શિયાળા ની ઋતુ દરમિયાન સવાર થી લઈને આખો દિવસ સુધી ખૂબ ઠંડી વરસી રહી છે તો નાના બાળકો ના સ્વાસ્થય ના જવાબદાર કોણ ? બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા હાલ હોવી જરૂરી બન્યું છે

ત્યાં હાજર રહેલ ભૂમિ કન્ટ્રક્શન એજન્સી જોડેના કર્મચારીપર માહિતી ના હોવાથી જિલ્લા વહીવટી એન્જિનિયર નો સંપર્ક માહિતી માગવા ટેલીફોનિક કોલ કરતા કોલ કાપી નાખવામાં આવ્યોહતો આમ એજન્સી અને એન્જિનિયર નું મિલીભગત હોવાનું દેખાઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે શિક્ષણ ખાતાના ઉપલા અધિકારીઓ આ કામની મુલાકાત લેવી જોઈએ એવી લોક માંગ ઉઠી છે. આ કામની તપાસ જરૂરી બન્યું છે હવે જોવાનું રહ્યું કે શિક્ષણ ખાતાના કર્મચારીઓ એજન્સીઓ અને એન્જિનિયર પર શું પગલાં લે છે