વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના લાકડબારી ગામમાં મહિલા સખી  મંડળ ની બેહનો ને વાંસદા તાલુકા પંચાયત મા. શાસક પક્ષના નેતા બીપીન માહલાના અધ્યક્ષ સ્થાને અળસીયા ખાતર બેડનું વિતરણ અને તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

બીપીન માહલાએ સખી મંડળની બેહનોને કહ્યું કે.. આજે ઘરે ઘરે અળસિયા ખાતર બનાવવું જોઈએ જેથી તમને બહારથી લાવવું ન પડે અને બનાવવાની પદ્ધતિ પણ ખુબ સરળ છે અને આ બેડમાં ચારેબાજુ ખુટા ડાટી  દેવાના પહેલા સૂકું સણિયું ખાતર એના ઉપર કુચો એના ઉપર થોડા સૂકા પાંદડાઓ અને તમારો ગાયનો વઘાસ  રહી ગયેલો હોય તે કુચો નાખવો અને ઉપર ધીરે ધીરે  પાણી છાંટવું અળસિયાને તાપ ન લાગે એના ઉપર નેટ બાંધવી એ રીતે તમને પદ્ધતિ સમજાવી છે એ રીતે દરેક બહેનોએ ઘરે ઘરે કરવું અને સખી મંડળમાં બચત કરો  અંદર અંદર ધીરણ કરો મંડળમાં કોઈપણ જાતનું મતભેદ ન હોવું જોઈએ અને હોય તો એનું અંદર અંદર સોલ્યુશન લઈ લેવું.

આ ઉપરાંત તમે નવા નવા છો જેમ જેમ જૂનું  થશે તેમ તેમ બચત પણ વધારે થશે બચત વધારે થાય  તો તમે પોતાનો ધંધો પણ કરી શકો છો જેમકે હોટલ સાડી વેપાર ખુરશી ગાદલા અન્ય ઘણા બધા તમે  બિઝનેસ કરી શકો છો એમાં તમને સરકાર પણ મદદરૂપ થાય છે તમને કંઈ પણ જરૂર પડે તો મારો સંપર્ક કરી શકો છો. આ વિતરણ પ્રસંગે ગામના સરપંચ શ્રીમતી મીરાબેન ગાવીત, રમતુભાઇ, મગનભાઈ, જયસીંગભાઇ, અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.