ડેડિયાપાડા: કોર્ટે પોલીસની વધુ રીમાન્ડ અરજી ફગાવી દેતાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઈટાલીયા દ્વારા જામીન માટે અરજી કરાઈ હતી જેને લઈને આજે સુનાવણી બાદ કોર્ટે જામીન અરજી પર 11 વાગ્યે ચૂકાદો જાહેર કરવાનું નકકી કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 3 દિવસના રીમાન્ડ દરમિયાન પોલીસે આરોપી બલિરામ પાસેથી 30 હજાર રોકડા કબજે કર્યા છે પણ હજી સુધી રીવોલ્વર કે બંદૂક મળી નથી. પોલીસે ચૈતર વસાવાને સાથે રાખી બોગજ તથા આજુબાજુનો 12 કિમીનો જંગલ વિસ્તાર ખૂંદી નાંખ્યો હોવાનું કહેવાય છે.
એવું માનવા આવે છે કે પોલીસથી બચવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા 40 દિવસ સુધી ઘનિષ્ઠ જંગલમાં છૂપાઇને રહયાં હતાં. અને બાદમાં શકિત પ્રદર્શન સાથે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં. પોલીસે આખી ઘટનાનું રીકસ્ટ્રકશન કરાવ્યું હતું.

