ડેડિયાપાડા: થોડા દિવસ પહેલાં જંગલની જમીનમાં ખેડાણને વનકર્મીઓ પર હુમલો કરવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શંકુતલાની ધરપકડ કરવામાં આવી તેની હાલમાં તબિયત લથડતાં સારવાર માટે રાજપીપળાની સિવિલમાં રાખવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ રાજપીપળાની સિવિલમાં શંકુતલા વસાવાને ખબર અંતર પૂછવા ગુજરાતના આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા આવ્યાં હતાં. શંકુતલા વસાવા અને 3 આરોપીની ધરપકડ કરી તેમને જયુડીશીયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પણ અચાનક કસ્ટડીમાં શંકુતલાની તબિયત લથડતા રાજપીપળાની સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઇશુદાન ગઢવીએ શંકુતલા વસાવાની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે ‘હું રાજકારણ માં રહી ડબલ રોલમાં આવી શકું છું ટાઇગર અભી ડરા નહિ. ચૈતર વસાવા સામે ભાજપના ઇશારે પોલીસે ખોટો કેસ દાખલ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુક સમયમાં હાજર પણ થશે. પોલીસે સરકારના દબાણમાં આખો કેસ ઉભો કર્યો છે.