ખેરગામ: વર્તમાન સમયમાં ચકચાર મચાવી રહેલી ઘટના એટલે ખેરગામના આપઘાતમાં દુપ્રેરણા કેસમાં સેવાભાવી તબીબ અને આદિવાસી અગ્રણી ડો.નીરવ પટેલ વિરુદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કરી હોવાનું અને આ કેસમાં રાજકારણ રમાઈ રહ્યું હોવાની આદિવાસી સમાજમાં લોકચર્ચા ઉઠવા પામી છે.
ખેરગામનાં સેવાભાવી તબીબ અને આદિવાસી અગ્રણી ડો.નીરવ પટેલ અને અન્યના નામ પોલીસ ફરિયાદમાં આપ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજમાં એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે આ કેસમાં રાજકારણીઓ પડયા છે. અને તેઓ ડો. નીરવ પટેલને ખોટા કેસમાં ફસાવી બદનામ કરી તેમના રોડમાંથી કાંટો કાઢવાનું કાવતરું કરી રહ્યા છે.
આ ઘટનાને લઈને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ડો.પ્રદીપ ગરાસિયા ધનસુખભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રદીપભાઈ પટેલ અને હિતેશભાઈ પટેલ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર આપ્યું છે ના એ આ કેસમાં તટસ્થ તપાસ અને જે રાજકારણ રમી રહ્યા છે તેવા લોકોને પર કડક પગલાં લેવાની માંગ કરી છે.

