સાપુતારા: પર્યટક સ્થળો પર લાશ મળવાના કિસ્સા ડાંગ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વખત  એક દિવસ પહેલાં સાપુતારા વિસ્તારમાં આવેલ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વિસામો ના બંધ મકાનમાંથી એક અજાણ્યા પુરુષની ભેદી સંજોગો લાશ મળી આવ્યાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે સાપુતારામાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના વિસામો ના બંધ મકાનમાંથી લાશ મળ્યાની જાણકારી મળતા જ સાપુતારા પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને તેની તપાસ પ્રક્રિયા શરુ કરી તો જણાયું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ બંધ મકાનમાં લોખંડની એંગલ સાથે નાયલોનનુ દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તેની લાશ ડીકંપોઝ સ્થિતિમાં નીચેથી મળી હતી.

આપઘાત કરેલા વ્યક્તિએ ડાર્ક બ્લુ કલરનું પેન્ટ/નેવી બ્લ્યુ કલરનું ચેકસ લાંબી બાયનું શર્ટ પહેર્યું છે તેનો બાંધો મજબુત છે તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ 6 ઈંચ હશે. બ્લ્યુ કલરનાં ચંપલ ઘટના સ્થળ પરથી મળી આવ્યા છે. સાપુતારા પોલીસ ઓળખ માટેની પ્રક્રિયા શરુ કરી દીધી છે.