ડેડિયાપાડા: આદિવાસી સમાજ એક પ્રકૃતિ સાથે પશુપ્રેમી નું અનોખું ઉદાહરણ.. ‘ચૌવરી અમાસ’ આ દિવસની ઉજવણી આદિવાસીની પરંપરાઓથી ઉજવવામાં આવે છે. આ તહેવાર નું ખુબ જ મહત્વ તેની ઉજવણી શ્રાવણ માસના અમાસના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે, આખા વર્ષ દરમ્યાન પોતાના ઘરના બળદ એક પરિવારના સભ્યો સમાન ગણવામાં આવે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ‘ચૌવરી અમાસ’ ની ઉજવણીના દિવસે આદિવાસીઓના ઘરના તમામ બળદો ને પાણી થી ધોવામાં આવે સ્વસ્થ સુંદર રીતે સજાવવામાં આવે છે. તે દિવસે ગામના મુખી પોલીસ પટેલ અને કામદાર હસ્તે ઘરે ઘરે આંબા ની તોરણો દરેક ઘરે બાંધવા આવે છે, તેનું મહત્વ એ છે,કે ગામના તમામ લોકોને કોઇ કે તમામ ઢોરઢાંખર કોઇ પણ પ્રકારની મુશ્કેલીઓ ના પડે સાથે ગામના તમામ ઘરોમાં બળદો હોય તેને મંદિરના ચોકમાં લઇ જઇને બળદોની પૂજા કરવામાં આવે અને ત્યાર બાદ મંદિરના સાત ચક્કર મારીને ગામમાં ઘરે ઘરે બળદને લઇ જાય છે, ત્યાં બળદો માટે ઘંઉના રોટલા બળદોને ખવડાવે છે અને બળદોને હાંકનાર માંટે ગળ્યા પુડલા મિષ્ટાન બનાવમાં બનાવવા આવે , દરેક હાંકનાર પ્રસાદ પેટે આપવામાં આવે છે. ગામનાં નાના બાળકો,વડિલો લઈને તમામ લોકો ગામના પ્રવેશ દ્વારે બેસીને ઉત્સવનો હર્ષ અને ઉલ્લાસભેર ઊજવણી કરે છે.
‘ચૌવરી અમાસ‘ની ઉજવણી ગુજરાતના ઉમરપાડાના ઉકાઇ વિસ્થાપિત ગામો ગુલીઉમર, કોલવાણ, ડોંગરીપાડા ઉમરદા, મોટીદેવરૂપણ , જોડવાણ ખૌટારામપુરા, રૂંધીગવાણ રાજનીવડ, વડગામ ,સાગબારા, ડેડીયાપાડા તેમજ તાપી જિલ્લાના ઉચ્છલ,નિઝર, કુકરમુંડા અને સોનગઢ તાલુકામાં ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્ય અડીને આવેલ નંદુરબાર જિલ્લાના અક્કલકુવા, ધોડગાંવ તમેજ તમામ તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવ છે.

