નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઇવે ઉપરથી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી વધી છે જેને રોકવા માટે અવારનવાર એલસીબી સહિત સ્થાનિક પોલીસ કમર કસે છે. નવસારી ગણદેવી રોડ પરથી આજે LCBને બાતમીના આધારે કન્ટેનર નબર GJ-16-AV-0745 માંથી પસાર થતો પાંચ લાખથી વધુ નો દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર કન્ટેનરમાં કુલ 1800 જેટલી વિદેશી દારૂની બોટલ ભરી સુરત તરફ જઈ રહેલા કન્ટેનરના ડ્રાઇવર પ્રસંગીત સુકુમાર સામલ જે મૂળ સુરતનો રહેવાસી છે. દમણ થી દારૂ મંગાવનાર રામુ જગદીશભાઈ રાજગીર રહે (ઈચ્છાપોર, સુરત) અને દારૂનો જથ્થો ભરાવી આપનાર રામુ જગદીશભાઈ રાજગીર સાથે જ વેરના કારનો ચાલક રાજેશભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે.
5,02,800 ની દારૂ સાથે 7 લાખના કન્ટેનર સહિત કુલ 12,13,000નો મુદ્દા માલ ઝડપી લઇને ગણદેવી પોલીસ સ્ટેશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











