પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વ્યારા: હાલમાં જ વ્યારામાંથી ખબર બહાર આવી છે કે ભરૂચના ઝઘડિયાના યુવરાજ વસાવા નામના યુવાને વ્યારાની સગીર દીકરી સાથે પ્રેમ સબંધ બાધી, લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સબંધો બાધી ગર્ભવતી બનાવી દેવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ઝઘડિયાના રહેવાસી યુવરાજ દિનેશભાઈ વસાવાએ વ્યારા વિસ્તારની એક સગીરા સાથે પ્રેમ સબંધ બનાવ્યો અને ત્યાર બાદ સગીરાને ભોળવીને 04/06/23 થી 15/7/23 દરમ્યાન ભગાડી લઇ જઇ લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ બનાવને લઈને સગીર દીકરીના પરિવારે વ્યારા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતાં યુવકના વિરોધ પોકસો એક્ટનો ગુનો નોંધી વ્યારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.