વલસાડ: 77માં સ્વતંત્રતા દિવસની વલસાડ ખાતે ઉજવણીમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત 14 ઓગસ્ટે “ધન્ય ધરા વલસાડી” સાંસ્કૃતિક કાર્યક્રમ વાપી ખાતે યોજાયેલ જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રે કાર્યરત કર્મયોગી વ્યક્તિ વિશેષ અને સંસ્થાઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરેલ જેમાં શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડાનું પણ સન્માન કરાયું જે સન્માન હું અમારી વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગી આપ સૌને સમર્પિત કરું છું

77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર વલસાડ દ્વારા નામાંકીત થયેલ શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડા દ્વારા છેલ્લા વીસ (20) વર્ષમાં કરાયેલ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ જેમાં વિશેષ કરીને હ્યુમીનીટી સર્વિસ જેવી કે રક્તદાન પ્રચાર પ્રસાર અને બ્લડ ડોનેશન કેમ્પ, એમ્બ્યુલન્સ સર્વિસ તથા સમાજ સેવા ક્ષેત્રે અનેકવિધ સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ અને જનહિતાર્થે કરવામાં આવેલ સેવાઓ બદલ રાજ્ય સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ બીનવાડાને એમની ટીમની માનવતા સભર પ્રવુતિઓ માટે શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ જે ગૌરવની બાબત છે.

પ્રમુખશ્રી યોગેશ પટેલ ઉર્ફે યોગી એ આ સન્માનના ખરા હકદાર મંડળની વિવિધ પ્રવૃતિમાં સહભાગી સૌનું સન્માન ગણાવી રાજ્ય સરકાર અને કલેકટર શ્રીમતી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની સહ વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી આ સન્માન નાં હકદાર સૌ રક્તવીર રક્તદાતાઓ એવા દરેક રક્ત હીરોને સમર્પિત કરી આનંદ અનુભવી ભાવિ પ્રવૃત્તિમાં પણ સમાજના સહયોગ માટે લાગણી અભિવ્યક્ત કરી હતી.