ચીખલી: છેલ્લા 25 વર્ષથી ચીખલી તાલુકાના ચીતાલી ગામનું ડીજે અનંત ચિતાલીનું ગ્રુપના અનંત, સ્મિત પટેલ & કેનિલ પટેલની આદિવાસી યુવાનોની ત્રિપુટી આદિવાસી યુવાનો ધૂમ મચાવી રાહી છે તેમના ગીતોથી યુ ટ્યુબ પર પોતાની એક આગવી જ ઓળખ ઉભી કરી છે.
આ ગ્રુપે ગુજરાતી દેશી ગામડાની ભાષાનો ઉપયોગ કરીને અનેક ગીતોની રચના કરી છે. તેઓ દેશ વિદેશો ખુબ જ પ્રખ્યાત થયા છે. તેમાંનું એક સોન્ગ આજે ઇન્સ્ટાગ્રામ ટ્રેનિંગ સોન્ગમાં ઓલ ઓવર ઇન્ડિયા & વર્લ્ડમાં 9 મા નંબર પર આવ્યુ છે. તે સોંગ છે ‘એક જ ચાલે આદિવાસી જ ચાલે’.
આ ગીતના આજે 1 કરોડ 8 લાખ વ્યુઝ થઈ ગયા છે. આ ગીતના ગાયક કુક્સ રેપર (કેયુર પટેલ), કોરસ ગાયક સ્મિત પટેલ અને શશી એક્ટર તેમજ ગીત લખનાર કેનિલ પટેલ અને ગીતના સંગીતકાર ડીજે અનંત ચિતાલી, એડ્રેસ અંજના પટેલ જીગુભાભી અને વડિલોવાક નિકુંજભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. એજ ગીતનો ભાગ-2 પણ બનાવાયો છે. તેને 9મી ઓગસ્ટ 2023 વિશ્વ આદિવાસી દિવસના રોજ રિલીઝ કરાયું હતું. જેના પણ 4 દિવસમાં જ 2 લાખ ઉપર વ્યૂઝ પહોંચી ગયા છે,. આ ગ્રુપ સંગીત ક્ષેત્રમાં આગળ વધવા માંગતા સૌ આદિવાસી યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે.

