સુબીર: શિક્ષણમાં પ્રગતિની ગાથા ગાતું ડાંગ જીલ્લાનું વહીવટીતંત્ર નાના ભુલકાઓની બાલ વાટિકા તો બનાવી શકતું નથી ને યશ લેતું ફરે છે. સુબીર તાલુકાના જામન્યામાળ ગામમાં છેલ્લાં એક વર્ષથી આંગણવાડી ખંડેર હાલતમાં પડી છે પણ સરપંચથી લઈને  કલેકટરે પણ આજ સુધી કોઈ પગલાં લીધા નથી બોલો..

Decision News ને મળેલી માહિતી મુજબ સુબીર તાલુકામાં જામન્યામાળ ગામની છેલ્લાં એક વર્ષથી આંગણવાડી ખંડેર હાલતમાં છે. જેની વારંવાર સરપંચ અને તલાટીને મૌખિક તથા લેખિત રજુઆત કરવામાં આવે છે તેમ છતાં ગામના પંચાયત કે તાલુકા પંચાયતએ હજુ સુધી ધ્યાને લઈને કોઈ પગલાં લીધા નથી. હાલમાં આંગણવાડીમાં નોકરી કરતાં ગામના જ ગમનભાઈ ના ઘરે ચલાવવામાં આવી રહી છે ત્યાં નાના ભૂલકાઓ ભણી રહ્યા છે.

સુત્રો દ્વારા એવું કહેવાયું છે કે આ ઘરમાં જે આંગણવાડી ચલાવવામાં આવી રહી છે તે રોડની સાઈડમાં જ છે જેથી નાના ભૂલકાઓનો અકસ્માત થવાનો સતત ભય રહે છે. ગામના લોકોની માંગ છે કે ઝડપથી ભંગાર હાલતમાં રહેલી આ આંગણવાડીનું સમારકામ કરી અથવા નવી બનાવી દેવામાં આવે જેથી રોડ પરથી અવર-જવર કરતાં વાહનો સાથે નાના ભૂલકાઓના અકસ્માતનો ભય માં- બાપને ન રહે છે. અને કોઈ બાળક અ કારણ મૃત્યુનો ભોગ ના બને.    નાના બાળકોને રાખી આંગણવાડી ચલાવે છે એ ઘર ગામના રસ્તા પર હોવાથી બાળકો ને રમવા કે આમતેમ જવાતું પણ નથી કારણ કે રસ્તા પર હોવાથી વાહનો ની અવર જવર હોય છે તેથી બાળકો નું ખાસ ધ્યાન રાખવું ખુબજ પડે છે.ગામના લોકોનું કહેવું છે.કે આંગણવાડી બની જાય તો સારુ રસ્તા પર હોવાથી આંગણવાડી બેન ને બાળકો નું ખુબ ધ્યાન રાખવું પડે છે તેથી વાલીઓ પણ તેમના નાના બાળકો ને આંગણવાડી મા મોકલવા માટે મજબુર બને છે.