નર્મદા: ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવેલા આદિવાસી સંસ્કૃતિથી એટલે કે વર્ષો થી ચાલતી આવતી ધરતીમાતાને મહુડીનો દેશી દારૂ થી અભિષેક કરવાની પરંપરાથી અજાણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતીમાતાને અર્પણ કરવા આપેલ દારુ પી ગયા હતા.

જુઓ વિડીયો..

આદિવાસી સમાજમાં વિશ્વ આદિવાસી દિવસે કે અન્ય રીતરીવાજોમાં પૂજામાં દેશી દારૂ થી ધરતીમાતા ને અભિષેક કરવાની પરંપરા છે એ બાબતથી અજાણ રાજ્ય ના કૃષિમંત્રી રાઘવજી પટેલને જ્યારે દેશી દારુ શાખ પાડવા માટે અપાયો તો દેશી દારૂ નો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો હતો.ત્યારબાદ બાજુ માં ઉભેલા વ્યક્તિ એ મંત્રી ને કહ્યું કે આ તો ધરતીમાતા ને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલ ને પોતાની ભૂલ સમજાય