સેલવાસ: દાનહના પ્રથમ મહિલા સાંસદ કલાબેન ડેલકરે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લેતાની સાથે જ ખાસ કરીને આદિવાસી સમાજના લોકોમાં અટકળો શરૂ થઇ ગઇ છે કે હવે આવનારા સમયમાં કલાબેન ભાજપમાં જોડાઇ જશે.

Decision News ને મળેલી માહિતી મુજબ સાંસદ કલાબેન ડેલકરે દાનહ પ્રદેશની વર્તમાન સ્થિતિઓ અને જાહેર જનતાને રોજબરોજ પડી રહી ગંભીર મુશ્કેલીઓથી પ્રધાનમંત્રીને મળ્યા અને તેની ચર્ચા કરી હતી અને વિશ્વ આદિવાસી દિને પ્રધાનમંત્રીને દાનહના આદિવાસી સમાજ તરફથી શુભેચ્છા પાઠવી દાનહના આદિવાસી સમાજના હિતો અને વિકાસ સાથે યુવાઓના અને મહિલાઓના બહેતર ભવિષ્ય માટે વાતો કરી હતી.

મુલાકાત વખતે વડાપ્રધાને દાનહના સાંસદને ઘટતું કરવાની બાંહેધરી આપી હોવાનું કહેવાઈ રહ્યું છે પણ સ્થાનિક આદિવાસી લોકોમાં ચર્ચાનો દોર શરુ થઇ ચુક્યો છે કે હવે સાંસદ કલાબેન ડેલકર આવનારા દિવસોમાં ભાજપમાં સામેલ થઇ જશે