અમદાવાદ: ગુજરાતની યુનિવર્સીટીઓમાં ગાંજાનું વાવેતર થઇ રહ્યું હોય તેમ પહેલાં રાજકોટની મારવાડી યુનિવર્સીટી અને હવે આજે ગુજરાતની નામપ્રદ ગુજરાત યુનિવર્સીટીમાં ગાંજાનું વાવેતર થયાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે  યુનિવર્સીટી વહીવટીતંત્ર અને સરકાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

જુઓ વિડીયો..

આજે ગુજરાત યુનિવર્સીટીમાં ગુજરાત હોસ્ટેલના D બ્લોકમાંથી 6.5 ફૂટનો ગાંજાનો છોડ મળી આવતા કોંગ્રેસના કાર્યકરોનો દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે ગુજરાત યુનિવર્સીટીમાં ગાંજાનું વાવેતર એટલે કે ખેતી  થઇ રહી છે. શિક્ષણમંત્રીની આ ઘટના મુદ્દે હજુ સુધીની ચુપ્પીની લોકો આલોચના કરી રહ્યા છે.