વલસાડ: વર્તમાન સમયમાં આંખ આવવાના રોગચાળા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં કન્જકટી વાઇટીસના વીતેલા બે મહિનામાં કન્જેક્ટિવાઈટિસના 1856 દર્દીઓની તપાસ કરાઈ, નિઃશૂલ્ક દવા અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં વિદ્યાર્થીઓમાં આંખ આવવાના કેસમાં બમણો વધારો નોધાયો છે. ત્યારે વલસાડમાં ઇએમઆરઇ ગ્રીન હેલ્થસર્વિસ દ્વારા ધનવંતરી રથ અને આરોગ્ય સંજીવનીમાં 1856 દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી છે આ ઉપરાંત EMRI સર્વિસથી વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં 11 મોબાઇલ હેલ્થ યુનિટ અને 2 યુનિટ સેવા આપી રહ્યા છે. 4 ધનવંતરી રથ યુનિટ બાંધકામ સાઈટ કડિયા નાકા પર શ્રમિકોને નિઃશુલ્ક દવા વેચાણ, તાવ અને જનરલ હેલ્થ ચેકઅપ કરાયું છે.
વલસાડમાં અને અન્ય જિલ્લામાં પણ આંખ આવવાના દર્દીઓની સંખ્યા અચાનક વધી રહી છે ત્યારે વલસાડમાં રોગના ભોગ બનેલા વિદ્યાર્થીઓને સ્કૂલ ન આવવા માટે અપીલ કરી દેવામાં આવી છે જેથી બીજા વિદ્યાર્થીઓ એના ચેપથી બચી શકે.











