અમદાવાદ: સર્વધર્મ સમભાવના પાઠ ભણાવતી ગૂજરાત વિદ્યાપીઠનું દૈનિક શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલા જ દરેક ધર્મને આવરી લેતી પ્રાર્થના ગાવાના મુદ્દે એક અધ્યાપક દ્વારા ત્રણ વિદ્યાર્થિનીઓને જાહેરમાં ખખડાવી નાંખી વિદ્યાર્થીઓના અવાજને દબાવી દેવાની ઘટના બહાર આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ મુદ્દે વિદ્યાપીઠના 300થી વધુ વિદ્યાર્થીએ શનિવારે ઉપાસનાનો બહિષ્કાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થિનીઓનું જાહેરમાં અપમાન કરનાર અધ્યાપક દ્વારા માફી માંગવામાં આવે અને ઉપાસનાનું સંચાલન અગાઉની જેમ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના સમગ્ર સંચાલનની જવાબદારી 3 અધ્યાપકોને સોંપાઈ છે. આ અધ્યાપકો દ્વારા પોતાની મનમાની ઉપાસનામાં વિદ્યાર્થીઓને બોલવા પર જવાબદારી સંભાળતા અધ્યાપકોએ પ્રતિબંધ મૂકતા રાહે છે જેને લઈને વિદ્યાર્થીઓ ભારે રોષ છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે અધ્યાપકો પોતાની મરજી મુજબ ગમે ત્યારે પ્રાર્થના ટૂંકાવીને પોતાની વાત રજૂ કરવા માટે ઊભા થઈ જતાં હોય છે. આ ઉપરાંત અધ્યાપકોની આંતરિક ફરિયાદો હોય તો તેના માટે પણ ઉપાસનાના જાહેર પંચનો ઉપયોગ કરે છે. વિદ્યાપીઠમાં નવા શાસકોના આગમન બાદ એક પછી એક નિયમો લાગુ કરવામાં આવતા અને વિદ્યાર્થિનીઓ સાથે થયેલા વ્યવહારથી અકળાયેલા વિદ્યાર્થીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યું હતું,











