રાજપીપળા: મહિલાઓ સહિત યુવાનોને સુરક્ષા અને સલામતિ અર્થે રાજપીપળા ટાઉન પોલીસે નગરમાં સુરક્ષા રથ ફેરવી ગુનાઓ સંબંધી માહિતિ લોકોને પુરી પાડી હતી ત્યારે ટાઉન પોલીસના સુરક્ષા માટે ના પોલીસના પગલાંની પ્રશંસા કરી હતી.

વૈશ્વિક કક્ષાએ ગુનાહિત પ્રવૃતિઓમાં ભારે વધારો થઈ રહ્યો છે દેશમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જતી હોય લોકો આ ગુનાહિત ષડયંત્રકારી પ્રવૃત્તિઓના ભોગ ન બને અને પોતાના કાયદાકીય હક્કો થી સુપેરે માહિતગાર થાય અને પોતાના જાનમાલનું રક્ષણ, કાયદાઓની જાણકારી અને પોલીસના સહયોગથી કઈ રીતના પ્રાપ્ત કરી શકે એ માટેની જાગૃતિના પ્રયાસો સરકારો દ્વારા થઈ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ટાઉન પોલીસે પણ લોકોમાં કાયદાકીય જાગૃતિ લાવવા સુરક્ષા રથ રાજપીપળા નગરમાં ફેરવી લોકોને સુરક્ષા અને સલામતી માટેના પાઠ ભણાવી જાગૃતિ લાવવાનો સહાનીય પ્રયાસ કર્યો હતો.

રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા નગરજનોમાં સુરક્ષા અને સલામતી માટે સુરક્ષા રથ ફેરવી જાગૃતિ લાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં યુવકો મહિલાઓને વૃદ્ધોને સુરક્ષા અને સલામતી માટેના ઉપાયોની માહિતી પ્રદાન કરવામાં આવી હતી.