વાંસદા: હાલમાં વરસાદી સિજન ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર હાલતમાં થાય ગયા છે.ત્યારે આ રેઢિયાળ તંત્રના લીધે કેટ કેટલા મુસાફરોનો જીવ ગયા છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના કંબોયા વાંદવેલા રોડ પર ગાડી સ્લીપ થતાં પાછળ બેસેલી યુવતી સામેથી આવતા ટેમ્પાના ટાયર નીચે આવી જતા દર્દનાક મોત થયાનો બનાવ સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાના કંબોયા વાંદવેલા રોડ પર અનાવલ વેહવલ ગામના વતની પોતાની હોન્ડા સ્પ્લેન્ડર બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે G-J-21-W-9572 નંબરનો સામેથી આઇસર ટેમ્પો આવતા બાઈક સવાર બાઈક રોડની સાઇડ પર કરતા બાઈક રોડમાં પડેલા ખાડામાં પડતા સ્લીપ થઇ ગઈ હતી અને બાઇક પર પાછળ બેસેલી મહિલા ઝવરીબેન ભગુભાઈ કોળચા સામેથી આવતા આઈસર ટેમ્પાના ટાયર નીચે આવી ગઈ હતી જેના લીધે તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હાલમાં મૃત્યુ થનાર યુવતીનો મૃતદેહ PM અર્થે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં વાંસદા પોલીસે બંને વહોનો નો કબ્જો લઇ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

ગામના આગેવાનો Decision News ને જણાવ્યું કે આ અકસ્માતમાં રેઢિયાળ તંત્રની બેદરકારીના લીધે નિર્દોષ યુવતીનું મૃત્ય થયું છે. અને અગાઉ પણ આજ રોડ પર ઘણાં નિર્દોષ લોકોનો જીવ ગયા છે. તંત્રને વારંવાર આ રસ્તાની હાલતને  લઈને રજુવાત કરવા છતાં હજી સુધી આ તંત્ર ધોર નિદ્રામાં છે. અને એમનો ભોગ નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે.