ઉમરપાડા: પશ્ચિમ રેલ્વે વિભાગ અંતર્ગત રૂ. 467.58 કરોડના ખર્ચે સુરત જિલ્લાના કોસંબા થી ઉમરપાડા રેલ્વે લાઇનને નેરોગેજ માંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રેલ્વે મંત્રાલય દ્રારા મંજુરી આપવામાં આવી હોવાનું બારડોલીના સાંસદ પ્રભુભાઇ એન. વસાવાએ કોસંબા રેલવે સ્ટેશન ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે.

આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, કોસંબા એપીએમસીના ચેરમેન દિલીપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતાં. પી.એમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પશ્ચિમ રેલ્વે વિભાગના કોસંબા થી ઉમરપાડા વચ્ચેની 69 કી.મી લંબાઇ ની રેલ્વે લાઈન નેરોગેજ માં પરિવર્તિત કરવા માટે રૂ. 467.58 કરોડ ની રકમ મંજૂર કરવામાં આવે છે જે ગેજ રૂપાંતરનો આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ થશે ઉંમરપાડાથી નંદુરબાર સુધી રેલ્વે લાઈન લઈ જવા માટે સર્વેનું રેલવે દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. રેલવેના કારણે સામાજિક સંબોધો મજબૂત બને છે દેશની સંસ્કૃતિનું આદાન-પ્રદાન થાય છે આ લાઈનનું વિધ્યુતિકરણ થવાથી પર્યાવરણ જળવાશે અને પ્રદૂષણ અટકાવવાની સ્થાનિક વિસ્તારના લોકોના સમયનો બચત થવાની સાથે અવરજવર સરળતા રહેશે એ વધુ સારી રેલવે કનેક્ટિવિટી ઊભી થશે.

ભગુભાઈ વસાવા જણાવ્યું કે વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રાહત દરે રેલવેની સુવિધા નો લાભ મેળવી શકે સ્થાનિક ખેડૂતોને પોતાની ઉપજ માર્કેટ સુધી પહોંચાડવામાં સરળતા થવાની સાથે કુદરતી પર્યાવરણને કારણે પ્રવાસનને વધુ વેગ મળશે. આ રેલવે પ્રોજેક્ટ મંજૂર કરવા બદલ નવસારી સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ રેલવે વિભાગ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન જરદોશ પ્રત્યે આભારની લાગણી પ્રભુભાઇ વસાવાએ વ્યક્ત કરી હતી.