નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી આજરોજ સાંજે ચાર કલાકે 126.08 મીટર ઉપર પહોંચી છે. ડેમ ખાતે હાલ 41657 કયુસેક પાણીની આવક થઈ રહી છે જે સામે 18854 ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી તેમજ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં ડેમ ખાતે પાણીની આવક થતા નર્મદા ડેમની જળસપાટી આજરોજ સવારે દશ કલાકે 126 મીટર ઉપર પહોંચી હતી, ચાલુ સીઝન દરમ્યાન પ્રથમ વખત જ ડેમની જળસપાટી એ 126 મીટરનો આંક વટાવ્યો છે.
નર્મદા ડેમની જળ સપાટી આજરોજ સવારે 6:00 કલાકે નર્મદા ડેમની જળ સપાટી 105.92 મીટર ઉપર હતી ત્યારે ઉપરવાસમાંથી ડેમ ખાતે પાણીની આવક થતા ડેમની સપાટી સવારે દસ કલાકે ડેમની જળસપાટી 106 મીટર ઉપર પહોંચી હતી. જોકે ગતરોજ જ આ અનુમાન લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, નર્મદા ડેમની જળસપાટી બપોરે એક કલાકે 126.04 મીટર નોંધાઇ હતી,જે વધીને ચાર કલાકે 126.08 મીટર ઉપર પહોંચી છે. પાણીની આવકમાં પણ ડેમ ખાતે વધારો થતાં ડેમના ત્રણ વીજ મથક શરૂ કરી. જેમાં બે રિવર બેડ પાવર હાઉસના અને એક કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જે માટે નદી અને કેનાલ દ્વારા 18854 કયુસેક પાણીની જાવક થઈ રહી છે.











