ગુજરાત: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ત્રણ નર્સિંગ કોલેજની માન્યતા કેન્દ્ર સરકાર દ્વારા રદ્દ કરવામાં આવતા ચકચાર મચી છે. હવે આ ત્રણેય કૉલેજની ડીગ્રી માત્ર ગુજરાત પૂરતી જ માન્ય રહેશે. અન્ય રાજ્ય કે દેશ બહાર આ ડિગ્રીનો ઉપયોગ નહીં થઇ રાકે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની ત્રણ નસિંગ કોલેજ અમદાવાદની બે અને નડિયાદની એક કોલેજનો સમાવેશ થાય છે તેની  માન્યતા રદ્દ કરવામાં આવતા સમગ્ર નર્સિંગ વિધાર્થીઓમાં ચર્ચાનો વંટોળ શરૂ થયો છે. સરકાર દ્વારા સંબંધિત વિભાગને 26 એપ્રિલ 2022 ના રોજ નિરીક્ષણ રિપોર્ટ તૈયાર કરવાનો જણાવવામાં આવ્યું હતું જે રિપોર્ટના અભ્યાસ બાદ કેટલીક ખામીઓ સામે આવ્યા બાદ અને આ ખામીઓ શિક્ષણ સુવિધા સંબંધિત હોવાથી સરકાર દ્વારા માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કોલેજો એ.એન.એમ અભ્યાસક્રમ ચલાવવા માટે અસમર્થ હોવાનું ધ્યાને આવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદમાં આવેલી તક્ષશિલા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કૌલેજ, અમદાવાદની પંચામૃત નર્સિંગ કૉલેજ તેમજ નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજની માન્યતા રદ્દ કરવામાં આવી છે. આ કોલેજોની ડિગ્રી ગુજરાત પૂરતી જ માન્ય રહેશે, રાજ્ય અથવા દેશ બહાર આ કોલેજની ડિગ્રીનો ઉપયોગ થઇ શકશે નહીં.

આ ત્રણેય કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે વિદેશ જવાના આયોજન બનાવી રાખ્યું હતું હવે આ કોલેજની માન્યતા રદ્દ થતા હવે આ વિધાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.