વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વણારસી ગામમાં આવેલ શાળામાં બાળકોને લેવા મુકવા આવતી વાનના ચાલક દ્વારા રીવર્સમાં લેતી વખતે પાછળ ઉભેલ બાળકી વાન નીચે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે વાંસદા તાલુકાના વણારસી ગામે આવેલ શાળામાં બાળકોને લેવા મુકવા આવતી વાનને રીવર્સમાં લેતી વખતે વાનની પાછળ ઉભેલ પાંચ વર્ષીય બાળકી વાન નીચે આવી જતાં બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. બાળકીનો મૃતદેહને PM  માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને વાંસદા પોલીસે તુરંત જ તજવીજ હાથ ધરી છે જ્યારે બાળકીને ગુમાવી પરિવારમાં માતમ છવાયો છે.

વાંસદાના વણારસીમાં સ્કૂલ વાનની નીચે આવતાં બાળકીનું મોત થયાની ઘટના બાળકોને શાળાએ લઈ જતા વાન ચાલકો કે શાળામાં વાનમાં મોકલતાં માં-બાપ માટે શીખ સ્વરૂપ કિસ્સો બન્યો છે.