ડેડિયાપાડા: થોડા દિવસો અગાઉ UCC ને લઈને જો આમ આદમી પાર્ટી ભાજપને સમર્થન કરશે તો હું રાજુનામું આપવા પણ ખચકાઈશ નહિ એવું ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું ત્યારે તેના જવાબમાં ગઈ કાલે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે કે ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે…
Decision News ને મળેલી માહિતી મુજબ ફરી એક વખત મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક બીજાની સામસામે નિવેદન આપ્યા છે. વાત એમ બની કે ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાને લઈ ચૈતર વસાવાનું નિવેદન આપ્યું છે કે મનસુખ વસાવાએ સમાજ સાથે લડતમાં સાથ આપવો જોઈએ. પોતાનાં પદ પરથી રાજીનામું આપીને પણ મનસુખ વસાવાએ સમાજને સાથ આપવો જોઈએ. ત્યારે ગતરોજ આ નિવેદનનો વળતો જવાબ આપતા હોય તેમ મનસુખ વસાવાએ UCC માટે હજી સરકાર કામ કરી રહી છે. તેમજ સરકાર બધા લોકોને વિશ્વાસમાં લઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે. ત્યારે ચૈતર વસાવાનાં રાજીનામાં આપવાની ચીમકી અંગે મનસુખ 1 વસાવાએ કહ્યું હતું કે, ચૈતર વસાવા ભાજપમાં આવે તો વેલકમ છે. તેમજ લોકસભાની 26 બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. તેમજ જે.પી. નડ્ડાએ તમામ બેઠકો જીતવા માટે આહ્વાન કર્યું હતું.
મનસુખ વસાવાનાં નિવેદન બાદ ચૈતર વસાવાએ UCC પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી UCC નાં સમર્થનમાં નથી. તેમજ UC ને લઈ આગામી દિવસોમાં AAP તાલુકા કક્ષાએ વિરોધ કરશે.