વલસાડ: દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત “સંપર્ક સે સમર્થન” અભિયાન અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા વલસાડ દ્વારા ગતરોજ પારડી ખાતે પ્રદેશના યશશ્વી અધ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટની હાજરીમાં જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી હેમંત કંસારા પણ વિશેષ ઉપસ્થિતીમાં ‘યુવા સંમેલન’ યોજાયું હતું.
આ પ્રસગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, વલસાડ-ડાંગના લોકલાડીલા સાંસદ શ્રી ડો. કે સી પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શિલ્પેશ દેસાઈ, શ્રી મહેન્દ્ર ચૌધરી, શ્રી કમલેશ પટેલ, ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ભારતીય જનતા યુવા મોરચા પ્રદેશના મંત્રી ભાવિકા ઘોઘારી, વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રભારી શ્રી પ્રતીક પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્નેહિલ દેસાઈ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંક પટેલ, પ્રભરક યાદવ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મિત્તલબેન પટેલ, વલસાડ જિલ્લા યુવા મોરચાની ટીમ, તમામ મંડળમાં પ્રમુખ/ મહામંત્રી તેમજ મંડળની ટીમ, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, યુવા સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો હજાર રહ્યા હતા.
કાર્યકમનું સંચાલન ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી શ્રી મયંક પટેલ દ્વારા તેમજ મહામંત્રીશ્રી પ્રભાકર યાદવ દ્વારા BJYM વલસાડ વતી તમામનો આભાર માનવામાં આવ્યો હતો.

