વાંસદા: દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદને પગલે નવસારીના વાંસદા તાલુકાના ખાંભલા ગામના પટેલ ફળિયા થી પગ પાળા સત્મળી ફળિયાને જોડતી સડક ડૂબી જતા અહીના લોકો સંપર્ક વિહોણા બન્યાના સમાચાર મળી રહ્યા છે

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ સમગ્ર વાંસદા તાલુકાના ગામડાઓમાં સતત વરસાદ વરસી રાહ્યો છે ત્યારે અમુક ગામડાઓમાં વર્ષો જુના ઝાડો ધરાશયી થઇ રહ્યા છે અમુક રસ્તાઓ ઝાડ પડવાના કારને બંધ થઇ રહ્યા છે ત્યારે કેટલાંક ગામડાઓમાં નદીઓમાં પાણીનું પુર આવતાં ફળીયા સંપર્ક વિહોણા પણ બની રહ્યા છે. હાલમાં વાંસદા તાલુકાના ખાંભલા ગામના પટેલ ફળિયા થી પગ પાળા સત્મળી ફળિયા સંપર્ક વિહોણું બન્યું છે.હાલમાં વાંસદાના ખાંભલાના સત્માલી ફળિયાને વાટ સંપર્ક વિહોણ બનતા લોકોને ભારી હલકીનું સામનુ કરવા પડી રહ્યું છે સત્માળી ફળિયા ના લોકો દૂધ ભરવા માટે 3 કિલો મીટર ચાલી ને આવવા મજબૂર બન્યા છે.