ધરમપુર: આજે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે 10: 55 કલાકે વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકામાં આવેલા માલનપાડા હેલીપેડ પર ઉતરશે. ત્યાંથી 11-05 કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં જૈન મંદિરમાં દર્શન કરશે.
11-45 કલાકે ધરમપુરના મોહનગઢ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશનના સંકુલમાં જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે 12-20 કલાકે ધરમપુરમાં સ્વામિનારાયણ વિદ્યાપીઠ ખાતે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ માટે બનાવેલી નૂતન છાત્રાલય અને પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે.
ત્યારબાદ 12-45 કલાકે ફરી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ જશે અને ત્યાંથી 01-20 કલાકે શ્રીમદ રાજચંદ્ર આશ્રમથી માલનપાડા હેલીપેડ જવા રવાના થશે. આ બંને કાર્યક્રમમાં તેમની સાથે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.