સાગબારા: આદિવાસી સમાજના કુળદેવી દેવમોગરા મંદિરે દર્શન માટે આવેલી એક કોલેજીયન યુવતીની નાંદોદના કાડવા ગામનો કૌશિક વસાવા નામના યુવાને હાથ પકડી છેડતી કર્યાનો અને તેના મિત્ર મિતેશ વસાવા દ્વારા ધમકી આપ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે ઝગડિયા તાલુકાના એક ગામની કોલેજીયન યુવતી પરિવાર સાથે દેવમોગરા માતાજીના દર્શન કરવા માટે આવી હતી. તે સમયે ત્યાં હાજર નાંદોદના કાડવા ગામનો કૌશિક વસાવા યુવતીને એકીટસે જોઇ રહયો હતો. અને પછી પાસે જઈ સાઇડ પર ચાલો મારે તમારૂ કામ છે એમ કહ્યું અને હાથ પકડી લીધો હતો. બાદમાં યુવતીએ પોતાનો હાથ છોડાવતા કૌશિક વસાવાએ યુવતીને પેટના ભાગે લાતો મારી હતી.
આ ઉપરાંત કૌશિક વસાવા સાથે રહેલા મિતેશ વસાવાએ પણ યુવતીને ધમકી આપતાં કહયું હતું કે, તુ રોજ કોલેજ અમારા ગામના રસ્તેથી જાય છે. તુ હવેથી કોલેજ કેવી રીતેના જશે તે તુ જોઇ લેજે. આમ યુવતીની જાતીય સતામણી થતાં આ બંને યુવાનો વિરુદ્ધ સાગવારા પોલીસે ગુનો નોંધ્યો છે.











