ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના આશરે 700 થી વધારે વિધાર્થીઓ ની સ્કોલરશીપ જમા થઈ નથી અને એ અંગે અગાઉ 10/04/2023 ના દીને વિધાર્થીઓ દ્વારા આદિજાતિ કમિશ્નરશ્રીને પણ રજુઆત પણ કરવામાં આવી હતી

Decision News ને મળેલી જાણકારી અનુસાર ત્યાર બાદ 01/05/2023 ના દીને મામલતદાર કચેરી ધરમપુર ખાતે વિધાર્થીઓ હડતાળ પર બેઠા હતા અને વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી સ્કોલરશીપ વિધાર્થીઓના ખાતામાં જમા કરવા મુદ્દે  કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ આજદિન તે કામગીરી ન થતાં અને વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા આજ રોજ ધરમપુર ખાતે વિધાર્થીઓ ભેગા થઈ આગામી દિવસમાં આકસ્મિક કાર્યકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એક આદિવાસી વિદ્યાર્થીની એ કહ્યું કે વલસાડનો સમાજ કલ્યાણ વિભાગ ધરમપુર વનરાજ કોલેજના 700 થી વધારે વિધાર્થીઓની સ્કોલરશીપ ચાંવ કરી ગયા છે એમ લાગે છે.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે વિધાર્થીઓની હકની માગણીને સમર્થન કરું છું અને આગામી દિવસોમાં એમની દરેક હકની માગણીમાં એમની સાથે છું અને તમામને વિધાર્થીઓના હિતમાં જોડાવા અપીલ કરું છું