અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 20-25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા એકાએક છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં રસ્તા પર આવી ગયા છે. આજે ગૂજરાત વિદ્યાપીઠમાં નવા મેનેજમેન્ટ દ્વારા વર્ગ-4 ના 120 કરતા વધુ કર્મચારીઓને છુટા કરી દેવાતા ગાંધીજીના સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.
ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા 25-30 વર્ષ સુધી ગાંધી વિદ્યાપીઠમાં પોતાની સેવા આપનાર 120 જેટલા સ્ટાફ ક્વાર્ટર ખાલી કરાવી દેવામાં આવ્યા છે ત્યારે ક્વાર્ટર ખાલી કરાવતા 30 વર્ષથી ફરજ બજાવતા ભરતભાઈ ક્વાર્ટરની બહાર સામાન લઈને બેઠા છે. ભરતભાઈએ જણાવ્યું હતું કે સામાન લઈ જવાનાં પણ પૈસા નથી ત્યાં ભાડે મકાન કેવી રીતે રાખીએ. ભાડાનાં મકાન માટે પણ ડિપોઝીટ આપવી પડે જે ડિપોઝીટ પણ આપી શકીએ તેમ નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારે રિટાયર્ડ થવામાં 6 વર્ષ બાકી છે. ત્યારે એટલો સમય રહેવા માટે આપવામાં આવે તેવી વિનંતી કરી હતી. ત્યારે વરસાદમાં સામાન પલળશે તો નુકશાન જશે.
VTV ના અહેવાલ મુજબ ગૂજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરવાનો નિર્ણય વહીવટતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓ દ્વારા જણાવ્યું હતું કે હવે નોકરી ક્યાં કરવા જવું અને કોણ રાખશે તે ચિંતાનો વિષય છે. તેમજ નાના બાળકોને ક્યાં ભણાવવા, ક્યાં રહેવા જવું તે ચિંતાનો વિષય છે.











