વાંસદા: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના દિવસે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા વાંસદા તાલુકાના નાની ભમતી, મોટીભમતી અને હનુમાનબારી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

રાજય સરકાર દ્વારા આગામી તા.12થી 14 જુન-2023 દરમિયાન રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારી જિલ્લામા બાલવાટિકા અને ધોરણ-1 ના બાળકોને કુમકુમ તિલક કરી મહાનુભાવોને હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી નામાંકન કરાશે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા તા.12/06/2023 ના રોજ સવારે 8-00 કલાકે વાંસદા તાલુકાના નાની ભમતી પ્રાથમિક શાળા ખાતે, 10,00 કલાકે મોટી ભમતી પ્રાથમિક શાળા ખાતે, બપોરે 12-00 કલાકે હનુમાનબારી પ્રાથમિક શાળા, વાંસદા ખાતે ઉપસ્થિત રહી બાલવાટિકા અને ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશ કરાવશે.