ખેરગામ: સમગ્ર દેશમાં વધતી જતી મોંઘવારીના અને બેરોજગારીને લઈને ઘણા ગરીબ પરિવારમાં બાળકો શિક્ષણથી વંચિત રહી જતા હોય છે. સ્કૂલો ચાલુ થઇ ગઇ છે ત્યારે બાળકોની ભણતરની વસ્તુઓ પણ અસંખ્ય મોંઘી થઈ ગઈ છે. ત્યારે કેટલાક વાલીઓની પરિસ્થિતિના અભાવે બાળકોને ભણાવી શકતા નથી ત્યારે ખેરગામના વડપાડા ગામનો આદીવાસી યુવાન મિતેશ પટેલ બાળકોને નોટબુક સહિતની ભણતરની સામગ્રીનું કર્યું વિતરણ કર્યું હતું.

આદિવાસી સમાજ શિક્ષણથી વંચિત ના રહી જાય એ હેતુસર શિક્ષિત યુવાન મિતેશભાઈના દાદા અને પિતાએ ૧૬-૬-૧૯૫૫માં શરૂઆત કરાવેલી નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ખેરગામ તાલુકાના વડપાડા ગામના ૧ થી ૫ ધોરણના બાળકો ને મિતેશ પટેલ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ નોટ, પેન્સિલ કલર, બિસ્કીટ આપી ગામની શાળા અને ગામના શિક્ષણને બચાવવાના એક અદ્ભુત પ્રયત્નો કરવામાં આવે છે. શિક્ષિત અને સેવાભાવી એવા મિતેશભાઈની જે બાળકો પ્રત્યેની લાગણી અને સેવાથી બાળકો, વાલીઓ અને શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ત્યારે મિતેશભાઈ એ Decision news સાથે વાત કરતા જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં બાળકોમાં અલગ અલગ પ્રકારના ટેલેન્ટ છૂપાયેલા છે પણ એ ટેલેન્ટને પરિસ્થિતિ મજબૂત કરી દેતા માટે બાળકોના ટેલેન્ટને બહાર લાવવા માટે શિક્ષિત અને જાગૃત યુવાઓ આ પ્રમાણે આગળ આવી ફૂલ નહી તો ફૂલની પાંખડીનો સહારો બનશો તો કેટલાક પરિસ્થિતિથી લાચાર બનેલા બાળકોમાં જે ટેલેન્ટ છૂપાયેલું છે એ બહાર આવશે અને માતા પિતાઓના સપનાઓને સાકાર કરશે.