વાંસદા: દક્ષિણ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં હજુ ઘણાં મહિનાઓની વાર છે પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ એક્શન મોડમાં આવી ગયા હોય એવું કહેવાય રહ્યું છે. સી. આર. પાટીલ ઈચ્છે છે કે લોકસભાની ચુંટણી સુધીમાં માત્ર ઘર ઘર નહીં પરંતુ દરેક મોબાઈલ સુધી મોદી સરકારે કેવી કેવી સિદ્ધિઓ પહોંચવાની છે અને તેની તૈયારીનો આરંભ થઇ ગયો છે.

ભાજપના સુત્રોનું કહેવું છે કે થોડા દિવસ પૂર્વે સુરતની એક ફાઈવ સ્ટાર હોટેલમાં એક વિશેષ વર્ગનું આયોજન કરાયું જેમાં સી. આર. પાટીલ 100 જેટલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએનસરને મળ્યા અને તેમને સોશિયલ મીડિયા દ્વારા હજારો લાખો લોકો સુધી છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે કેવી કેવી સિદ્ધિઓ અને લોક કલ્યાણની જે કામગીરી થઇ છે તેની માહિતી પહોંચાડવાનું જણાવાયું હતું.

ફરી એકવાર સી. આર. પાટીલે લોકસભાની ચૂંટણી માટેની આગોતરી રણનીતિની તૈયારી કરી લીધી છે એમ કહેવામાં કશું ખોટું નથી. આવનારા સમયમાં તમારા બધાના મોબાઈલના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર 9 વર્ષમાં મોદી સરકારે કેવી કેવી સિદ્ધિઓની રીલ્સ, શોર્ટસ કે વિડિયો દેખાય તો અચરજમાં નહિ પડી જતા..! હો મિત્રો..