ભરૂચના ગતરોજ ભરૂચ તાલુકામાં એક યુવાનને તેની માતાને વધુ પડતો મોબાઇલમાં ગેમ રમવા મુદ્દે ઠપકો આપતાં તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાંનો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ne પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે વર્તમાન સમયમાં ઓફ લાઇન અભ્યાસ શરૂ થઇ ગયો હોવા છતાં બાળકો હજી મોબાઇલને છોડતાં નથી. તેમાંય પબજી જેવી ગેમો અન્ય ગેમોના બંધાણી થઇ રહ્યાં છે. ત્યારે ભરૂચના ભીડભંજન વિસ્તારમાં રહેતાં 20 વર્ષીય મેલા વસાવા નામના યુવાનને મોબાઇલમાં ગેમ રમવાની લત લાગી ગઈ હતી ત્યારે તેની માતાએ મોબાઇલમાં ગેમ રમવા મુદ્દે ઠપકો આપતાં તેણે પોતાના ઘરે રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાને લઈને ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતા પિતા માટે આ કિસ્સો ચિંતા વધારનારો છે.