વાંસદા: ગતરોજ વાંસદાતાલુકામાં આવેલી માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞાસૌરભ હાઈસ્કુલ મનપુરમાં વર્ષ: ૨૦૨૩-૨૪ ના પ્રથમ સત્રના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસને લઈને વાલી મિટિંગ યોજવામાં આવી હતી.
Decision News ને મળેલી વિગતો મુજબ બાળકોના હિત માટે હંમેશા તત્પર મનપુર હાઈસ્કૂલમાં વાલી મિટિંગ દરમ્યાન બાળકો, વાલીઓ અને શિક્ષકોનું તાદાત્મ્ય સાધી કઈ રીતે બાળકો સંસ્કારની સાથે સારા પરિણામ સાથે આગળ વધી શકે તેના મંથન માટે વાલી મિટિંગ યોજાઈ હતી જેમાં શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકો નિકુંજભાઈ,પુજાબેન, મિત્તલભાઈ વગેરે શિક્ષકોએ વિષયવાર કઈ રીતે તૈયારી કરી સારુ પરિણામ મેળવી શકાય તેની વિગતવાર માહિતી આપી હતી.
શાળાના મંત્રીશ્રી કે.બી.પટેલ સાહેબે વાલીઓને વિકાસ તરફ લઈ જવા માટે પોતાના વિચારો રજુ કર્યા હતા. અંતમાં શાળાના આચાર્યશ્રી આર.જે.થોરાતે શાળામાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને ઉચ્ચ પરિણામ માટે થતી કામગીરીની વિશદ ચર્ચા કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો











