ડોલવણ: ડોલવણ તાલુકાના બેડચીત ગામમાં ત્રણ રસ્તા પર આવેલા એક ઘરમાં તસ્કરોએ ઘરનું તાળું તોડી રોકડ રકમ અને દાગીના એમ કુલ 68000 રૂપિયાના માલની ચોરી કર્યાનું સામે આવતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરતભાઈ નાગરભાઈ પટેલ બેડચીત ગામમાં ત્રણ રસ્તા પાસે રહે છે તેઓ રાત્રિના 8:00 વાગ્યાની આસપાસ કોળીવાડ ફળિયામાં રહેતી બેનને ઘરે મળવા માટે ગયા હતા ત્યાર બાદ તેઓ લગભગ 9:00 વાગ્યા બાજુ મળીને પાછા ઘરે ફર્યા તો તે સમયે બારણું ખુલ્લું હતું. તેઓ તેન્સંમાં આવી ગયા અને અંદર જોઇને જોયું તો ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર થયેલી હતી. કબાટમાં મુકેલા રોકડ રકમ રૂપિયા અને ચાંદીના સાંકળા ગાયબ હતા આમ તસ્કરોએ કુલ 68000 રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા.
વર્તમાનમાં આ ઘટનામાં ઘરના માલિક ભરતભાઈ નાગરભાઈ પટેલે પોલીસ ફરિયાદ કરી છે. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી તસ્કરોને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.