આહવા: ગતરોજ આહવા તાલુકાના વાસુર્ણા ગામ નજીક આવેલ ખાપરી નદી પરના ભુસદા ડેમમા આહવાની બે આદિવાસી કિશોરીઓના ગરમીથી બચવા નહાવા પડી અને તેમનું ડુબી જવાથી મોત નિપજ્યા ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
Decision News ને ડાંગ જિલ્લાના ડીઝાસ્ટર તંત્ર તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આહવા ગામના પટેલપાડામા રહેતી 1. સપનાબેન રણજીતભાઇ ચૌધરી, ઉ.વ.22. 2. સુહાનીબેન અરવિંદભાઇ ચૌધરી ઉ.વ.14 જે બન્ને કિશોરીઓ આ સ્થળે કપડાં ધોઇ નાહવા જતા પાણીમા ડુબી જવા પામી છે.
ડીઝાસ્ટર તંત્રને આ ધટના અંગેની જાણ થતા દુર્ધટનાનો ભોગ બનનાર કિશોરીઓના મૃતદેહને આહવા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં PM માટે લાવવામા આવ્યા હતા. આ કરૂણ દુર્ધટના અંગે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

