ચીખલી: આજે ‘વિશ્વ દૂધ દિવસ’ આ નિમિત્તે ચીખલી તાલુકામાં આવેલી વસુધારા ડેરી દ્વારા તાલુકાની દૂધ મંડળીઓના સભાસદના બાળકો આધુનિક ટેક્નોલીજીમાં આગળ વધે એવા ઉદ્દેશ સાથે અને ગ્રામિણ ડિઝીટલ શિક્ષા યોજના અંતર્ગત મંડળીના મકાનમાં કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા ઉભી કરી છે જેની શરૂવાત ચીખલીની ખરોલી ગામની ડેરી પર વસુધારા મેનેઝીંગ ડિરેકટર નરેન્દ્રભાઈ વશીની આલીપોરના ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

આ પ્રસંગે Decision News સાથે વાત કરતાં વાસુધારા ડેરીના એક અધિકારીએ જણાવ્યું કે ગ્રામિણ આદિવાસી વિસ્તારોના બાળકો આ આધુનિક ટેકનોલોજીના યુગમાં શહેરોના બાળકોથી પાછળ ન રહી જાય એવા શુભ આશય સાથે ‘ગ્રામિણ ડિઝીટલ શિક્ષા યોજના’ દ્વારા વસુધારા ડેરીના દૂધ મંડળીઓના સભા સદોના બાળકોમાં માટે કોમ્પ્યુટર લેબ ડેરીના મકાનમાં જ ઉપલબ્ધ બનાવી છે હાલમાં અમે ખરોલી ગામમાં આ યોજનાનો પાયો નાંખ્યો છે આવનારા સમયમાં અમે અન્ય દૂધ ડેરીઓ પર આ સુવિધા ઉભી કરીશું.

આ કાર્યક્રમમાં ખરોલી દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ, ડેરીનું સંચાલક અને મોટી સંખ્યામાં સભાસદો અને તેમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા