ચીખલી: દક્ષિણ ગુજરાતમાં આ ગરમીના મોસમમાં ક્યાંક ઘરમાં આગ લાગ્યાની ઘટના બની છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના દોનજા ગામમાં લાકડા ભરેલું ટેકટર અચાનક ભર બપોરના સમયે સળગી ઉઠયાંની ઘટના સામે આવી છે.
Decision News ને ચીખલીના ખરોલી ગામના રીતેશ પટેલ નામના યુવાન પાસેથી મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના દોનજા ગામમાં ટ્રેકટર અચાનક ભર બપોરના સમયે સળગી ઉઠયું હતું. જેમાં ભરેલા લાકડાના માલના જથ્થા સાથે ટ્રેક્ટર પણ બળી ગયાની ઘટના બનવા પામી હતી.
આ આકસ્મિક ઘટનામાં કોઈની જાનહાની થયાની ખબર બહાર આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના કેમ બની એના કારણો હજુ સામે આવ્યા નથી. પણ સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટના ખુબ જ ગંભીર ડરાવનારી હતી.

