પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

કામરેજ: ગતરોજ કામરેજ તાલુકાની સગીરા નેત્રંગ તાલુકાના એક ગામે મોટી બહેનના ઘરે રહેવા આવી હતી ત્યારે નરાધમ મુકેશ વસાવાએ તેના પર બળાત્કાર કરતાં ૮ માસનો ગર્ભ રહી ગયાની ઘટના બહાર આવી છે. હાલમાં મુકેશ વસાવા ફરાર થઇ ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પ્રાપ્ત માહિત મુજબ સુરત જીલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા નેત્રંગ તાલુકાના એક ગામમાં રહેતી પોતાની મોટી બહેનની સાસરીમાં રહેવા માટે આવેલ હતી. જે સગીરા મોટી બહેનના ઘરના પાછળના ભાગે આવેલ આમલીના ઝાડ પાસે રાત્રીના સમયે કુદરતી હાજતે ગઇ હતી. જે દરમ્યાન વરખડી ગામના મુકેશ રાયસીંગભાઇ વસાવાએ કુદરતી હાજતે ગયેલ સગીરાને મોઢા પર હાથ મુકી ધાક ધમકી આપી કહેલ કે, તું બુમ પાડશે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કરેલ, અને આ સબંધ બાબતે કોઇને જાણ કરીશ તો હું તને તારી બહેનને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી અને થોડા થોડા સમયનાં અંતરે જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહી ગયો હતો.

જેની જાણ સગીરાની માતાને થતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ચકચાર મચી જવા પામ્યો હતો. નેત્રંગ પો.સ્ટેશનના PSI કે.એન વાધેલાએ બનાવની ગંભીરતાને જાણી દુષ્કર્મ આચરનાર ફરાર મુકેશ રાયસીંગભાઇ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.