વલસાડ: ભરોસાની ભાજપ સરકારની લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે ગતરોજ વલસાડ જિલ્લા પંચાયતના એક ભાજપી સભ્ય એક જિલ્લા પંચાયત ભાજપી મહિલા સભ્ય સાથે વલસાડની તીથલ હોટલમાં રંગરેલીયા કરતાં માણતા હોવાની વાત ભાજપના જ કેટલાક હોદેદારો જ કહી રહ્યા છે.

દમણગંગા ટાઈમ્સમાં છપાયેલા અનુસાર વલસાડ જિલ્લા પંચાયતના એક ભાજપી સભ્ય એક જિલ્લા પંચાયત ભાજપી મહિલા સભ્ય સાથે વલસાડ નજીકની એક હોટલમાં એકાંતની પળો માણતા હોવાની જાણ થતાં જ ભાજપના કેટલાક હોદેદારો પોહચી ગયા હતા પણ તેમની પત્ની વલસાડ હોટલે પહોંચે તે પહેલા હોટલ માલિકે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત મહિલા સભ્યને પોતાની ખાનગી ગાડીમાં બેસાડી વલસાડના એસટી ડેપો પર લઈ જઈ બસમાં બેસાડી રવાના  કરી હોવાની ચર્ચાઓ સમગ્ર જિલ્લામાં ઉઠવા પામી છે.

વલસાડ હોટેલમાં રૂમમાં એકાંતની પળો માણી રહેલા જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત મહિલા સભ્યને ભાજપના હોદ્દેદારો અને પત્નીએ ઘેરી લેતાં બંનેની કાપે તો લોહીનો નીકળે સ્થિતિ જોવા મળી હતી લોકો કહી રહ્યા છે.

(Decision News આ ઘટનાની પુષ્ટિ કરતું નથી. આ લોકચર્ચા છે.)