ચીખલી: વાંસદા-ચીખલી વિધાનસભા મત વિસ્તારના ગામોના પ્રશ્નો સાંભળવા ખુડવેલ ગામમાં કોંગ્રેસ દ્વારા જનમંચ સભાનું આયોજન વિપક્ષ નેતા અમિત ચાવડા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ જનમંચ સભામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રશ્નો તાપી પાર લિંક, નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને માલા પ્રોજેક્ટ દ્વારા થનારા લોક વિસ્થાપન અને અન્ય પ્રશ્નો વિષે રજૂવાત કરી એના સમાધાન લાવવા જણાવ્યું હતું. આ પ્રશ્નોને લઈને વિધાનસભામાં રજૂ કરવા સાથે કોંગી નેતાઓએ આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ જનમંચ પ્રસંગે માંડવીના માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત, ચીખલીના માજી ધારાસભ્ય ભારતીબેન પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખ, વાંસદા કોંગ્રેસ પ્રમુખ નિકુંજભાઈ ગાવિત, ખેરગામ કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ અમિષ પટેલ, ખેરગામ યૂથ કોંગ્રેસ પ્રમુખ પુરવ તલાવીયા, નવસારી મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ હેમાગીનીબેન પટેલ, ચીખલી તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન પટેલે હાજરી આપી હતી.