ચીખલી: કહેવાતા આદિવાસી લીડરોને આજે પ્રજાને મળવા કે એમની ખુશીઓની ક્ષણોને વહેચવા માટે જરા પણ સમય નથી એવા સમયે નવસારી જિલ્લા ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર વિશાલ પટેલે પોતાનો જન્મદિવસ ગરીબ લોકો સાથે અનોખી રીતે મનાવ્યો.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારીના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો વિશાલ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે વાંસદા તાલુકાના સેવાડે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ નિરર્પણ ગામ પિલવા ડુંગર ખાતે આદિવાસી પરંપરા મુજબ ખાસ ઘણાતું ભોજન નાગલીની રોટલી વાલની દાળ ખીચડી શાક બનાવડાવી ગરીબ બાળકો વડીલો મહિલાઓને ડો વિશાલ પટેલે પોતે પીરસી અને સાથે ભોજન કરી બાળકોને રમકડાનું વિતરણ કરીને ડો વિશાલ પટેલે પોતાનો જન્મદિવસની ઉજવણી ખૂબજ સાદગીપૂર્વક કરી હતી.

આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઇ ગાંવિત વાંસદા તાલુકા પંચાયત કારોબારી સભ્યશ્રી રસિકભાઈ ટાંક તાલુકા પંચાયત સભ્ય શ્રી માધુભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્યશ્રી તરુણભાઈ ગાંવિત શાસક પક્ષના નેતા બીપીનભાઈ માહલા સુનીલ માહલા કિરણ પટેલ વાંસદા ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ ખાટા આંબા જિલ્લા પંચાયત સભ્ય શ્રી ચંદુભાઈ તથા નિરપણ ગામના સરપંચ શ્રી કાશીરામભાઈ તથા વગેરે ગામના આગેવાનો ડો વિશાલ પટેલના જન્મદિવસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા