ખેરગામ: ગતરોજ સરકારી વાણિજ્ય કોલેજ ખેરગામની NSS ની સ્વંયસેવિકા દમયંતિ એમ પટેલને રાષ્ટ્રીય સેવા યોજનાની વિવિધ પ્રવૃતિઓ ઉત્કૃષ્ટ દેખાવ માટે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને સર્ટીફેકિટ એવોર્ડ આપવામાં આવ્યા છે.

Decision news ને મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સેવા યોજનાના ક્ષેત્રે અનેક પ્રવૃતિમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂકેલા ખેરગામ કોલેજના સ્વંયસેવિકા દમયંતિ એમ પટેલને N.S.S.ના જિલ્લા લેવલ પસંદગી કેમ્પ, યુનિવર્સિટી લેવલ, ઝોન લેવલ, સ્ટેટ લેવલના કેમ્પ, પ્રી.આર.ડી. સિલેકશન કેમ્પ (ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ), પ્રી.આર.ડી. પરેડ કેમ્પ (અનુરાગ યુનિ. હૈદરાબાદ), એન.આઈ.સી. કેમ્પ (એમ.જે.પી. રોહિલખંડ યુનિ. બરેલી, ઉત્તરપ્રદેશ)માં પસંદગી પામી ભાગ લઇ સફળતા પ્રાપ્ત કરી હતી.

‘રાષ્ટ્રીય સેવા યોજના એવોર્ડ 2020-21’ના બેસ્ટ વોલેન્ટીયર્સ તરીકે ખેરગામની સરકારી કોલેજની વિદ્યાર્થીની દમયંતિ પટેલની પસંદગી થતાં તેમને 19મી એપ્રિલે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને સર્ટીફિકેટ સહિત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાઈ હતી.