વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની આદિવાસી યુવતી દ્વારા ભાજપના હોદ્દેદાર અને વાંસદા ગાંધીનગર ફળીયા ખાતે રહેતા વાંસદા ગ્રામ પંચાયત સભ્ય ચિરાગભાઇ કડોદીયા પર ઘરેલું હિંસા અને દહેજ માટે મારપીટ અને ગાળા ગાળી કર્યાના આરોપ લગાવતી વાંસદા પોલીસ સ્ટેશનમાં FRI દાખલ કરવામાં આવી છે.

FIRમાં યુવતીના જણાવ્યા અનુસાર અમે પ્રેમલગ્ન કર્યા હતા અને અમે સાસરીમાં વાંસદા ગાંધીનગર ફળીયા ખાતે રહેતા હતા ત્યાર બાદ એક દિવસ મારા માતા પિતાના ઘરથી ભાઈને જેટલી જમીન આપવામાં આવે તેનો સરખો હિસ્સો માંગવા કહ્યું હતું અને મને મેણાં ટોણા મારી મને મારા સાસરીમાંથી મારો પતિ મને ઘરની બહાર નિકળવા દેતો ન હોય અને મારા બા બાપુજી સાથે પણ કોઇ વાતચીત કરવા દેતો ન હોય અને તું ઘરમાં કામકાજ કરતી નથી તેમજ રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહી મા બેન સમાણી ગાળો આપી ઢીક મૂકીનો માર મારતો હતો અને મને શારિરીક અને માનસિક ત્રાસ આપતો આવેલ હતો, જેથી તે ત્રાસ મારાથી સહન ન થતાં મારા સાસરીમાંથી તા. 01/03/2023 ના રોજ નીકળી બપોરના બે થી અઢી વાગ્યાના અરસામાં મારા સાસરીમાં કોઇ હાજર ન હોય જેનો લાભ લઇ મારા પિયર ચાલી ગયેલ અને ત્યાં આગળ મારા પિયરમાં ઉપરોક્ત બનાવની જાણ મારા બાપુજી તથા મારી બા ને જાણ કરેલ હતી.
આ ઉપરાંત યુવતી જણાવે છે પ્રેમસબંધ દરમિયાન મારા પતિએ મારાથી પોતાની જાતિ છુપાવી હતી. હું મારા સમાજનો જ છોકરો છે એમ માની એની સાથે સબંધમાં આગળ વધી હતી. મને તો એમ લાગે છે કે સરકાર ઇન્ટર કાસ્ટ મેરેજ પર જે સરકારી સહાય મળે છે એને મેળવવા માટે મને લલચાવી ફોસલાવીને મારી સાથે લગ્ન કરેલ છે. મારા પર ગેરકાયદેસર જબરજસ્તી દારૂનો ધંધો કરાવતો હતો અને ગ્રાહકોના એઠેલા વાસણ પણ મંજાવતો હતો.
ત્યારબાદ આ બનાવની ફરિયાદ અમોએ અરજી સ્વરૂપે જે તે વખતે પોલીસ સ્ટેશનમાં કે અન્ય જગ્યાએ કરેલ હતી, જે આધારે તપાસ દરમ્યાન આ કામના આરોપી મારા પતિ ચિરાગભાઇ કડોદીયા રહે, વાંસદા ગાંધીનગર ફળીયુ નાઓ વિરૂધ્ધ જરૂરી તપાસ કરી ઉપરી અધિકારી તરફથી ગુનો રજીસ્ટર કરવા સારૂ મંજુરી આવતા તેની અમોને સમજ કરતા અમો તેઓના વિરૂધ્ધ FIR દાખલ કરી છે.











