આહવા: રાજય સરકારની દર વર્ષે સુજલામ સુફલામ યોજનાથી ચેકડેમો ઊંડા કરવાની યોજનાનું અમલીકરણ કર્યાના આહવાના ધવલીદોડ ગામમાં ચેકડેમ મારીથી પુરાયેલો જ હોવાના દ્રશ્યો સામે આવતાં સરકારી દવાની પોલ ખુલી ગઈ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પાણી પુરવઠા યોજનામાં આહવાના ધવલીદોડ ગામમાં બનાવવામાં આવેલો ચેકડેમમાં માટીનું પુરાણ થઇ ગયાના કારણે પાણીનું અસ્તિત્વ નામશેષ થઇ ગયું છે. આ સ્થિતિને લઈને ધવલીદોડ અને કોટબા ગામમાં મોટા પ્રમાણમાં પાણીની લોકોમાં હાલાકી સર્જાય છે.જ્યારે ગામનું પશુધન પાણી પીવા વલખાં મારતાં જોવા મળે છે.

ચોમાસા સમયે વરસાદના પાણી સાથે ડુંગર પરની માટી ધસી આવતા ચેકડેમ પુરાઈ ગયો હતો. સરકારની યોજના મુજબ દર વર્ષે પુરાયેલા ચેકડેમને ઊંડા કરવાનું હોય છે પણ આહવાના ધવલીદોડ ચેકડેમમાં હજુ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.